Blog Detail Page
Admin
Social
આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના હોસ્ટેલ પ્રોજેક્ટ માટે રૂ. ૨૧ લાખના દાનનો સંકલ્પ કરનાર અને બાંધકામ ક્ષેત્રની કંપની શ્રી ગ્રુપના શ્રી બટુકભાઈ એન. દુધાત તથા તેમના ધર્મપત્ની રસીલાબેન ને સન્માનિત કર્યા હતા. તેમજ દાતા ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ગોંડલીયા તથા તેમના ધર્મપત્ની ભાવનાબેન નું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. સમાજ ઉત્કર્ષ અને શૈક્ષણિક પ્રવુતિ સાથે જોડાયેલા અને ધારૂકા કોલેજના પ્રિન્સીપાલ ડૉ. દિલીપભાઈ વરસાણી ની વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડીરેક્ટર તરીકે નિમણુંક થઈ તે બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ સહયજમાન સંસ્થા તરીકે કૌશલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટી શ્રી પરબતભાઈ ડાંગશીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગત ગુરુવારનો વિચાર રાજુભાઈ ગૌદાનીએ રજુ કર્યો, જયારે સમગ્ર વ્યવસ્થા યુવાટીમ અને વરાછા બેંકના સ્ટાફએ સંભાળી હતી. જયારે કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડ અને રીયલ નેટવર્કના અંકીતભાઈ સુરાણીએ કર્યું હતું.
🔹 અવલોકન, વાંચન અને કલ્પના જ સમસ્યાનું સમાધાન શોધે છે. – શ્રી કાનજીભાઈ ભાલાળા 🔸 એક દિવસ ડોલરથી પણ રૂપિયો સ્ટ્રોંગ હશે. - બાળ વૈજ્ઞાનિક જયનીલ ગીરનારા 🔹 કુદરતી સહજ જીવન અને જન હિત એ જીવન ઘડતરનો પાયો છે. - શ્રી કાનજીભાઈ ભાલાળા